Sunday, September 27, 2026

AMTSની નવરાત્રિ દરમ્યાન મુસાફરો માટે ધાર્મિક બસ સેવા, શું સમય રહેશે અને કયાં-કયાં મંદિરોનાં દર્શન થશે જાણો

spot_img
Share

અમદાવાદ : શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન AMTS દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસ દીઠ રૂ. 2400 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરના અલગ અલગ કુલ 14 જેટલા મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે. શહેરમાં 14 સિવાયના બીજા સ્થળોએ માતાજી મંદિરોમાં પણ નાગરિકો જવા ઈચ્છતા હશે તો તેઓને તે મંદિરમાં લઈ જવામાં આવશે.

AMTS કમિટિના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન AMTS દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. નવરાત્રિનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ સારંગપુર અને મણીનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.

AMTS દ્વારા આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરના વિવિધ 14 જેટલા મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સીટીંગ અને 10 ઉભા અથવા 28 સીટીંગ અને 12 ઉભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવી અને બુકિંગ કરાવી શકશે. જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.

તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાથી ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનામાં વિવિધ મંદિરો તેમજ પયુર્ષણ પર્વ દરમિયાન પણ વિવિધ જૈન મંદિરોમાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવી હતી.

અમદાવાદના કયાં-કયાં મંદિરોમાં દર્શન કરી શકાશે

ભદ્રકાળી મંદિર (લાલ દરવાજા)
મહાકાળી મંદિર (દુધેશ્વર)
માત્રભવાની વાવ (અસારવા)
ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રીજ નીચે)
પદ્માવતી મંદિર (નરોડા)
ખોડિયાર મંદિર (નિકોલ)
હરસિધ્ધ માતા મંદિર (રખીયાલ)
બહુચરાજી મંદિર (ભુલાભાઇ પાર્ક)
મેલડીમાતાનું મંદિર (બહેરામપુરા)
હિંગળાજમાતાનું મંદિર (નવરંગપુરા)
વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
ઉમિયામાતાનું મંદિર (જાસપુર રોડ)
આઇ માતાનું મંદિર (સુઘડ)
કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...