Wednesday, March 11, 2026

અમદાવાદમાં બિલ્ડરને ચાની ચુસ્કી રૂ.15.63 લાખમાં પડી, ગાડીનો કાચ તોડી ચોર પૈસા લઇ પલાયન

spot_img
Share

અમદાવાદ : ચાની કિટલી પર મળતી ચાની એક પ્યાલી તમને કેટલામાં પડી શકે? કદાચ તમે કહેશો 15 રૂપિયામાં, રૂ.20માં કે, રૂ.30માં, પણ અહીં અમદાવાદમાં એક બિલ્ડરને આ ચાની પ્યાલી 15.63 લાખમાં પડી છે. અમદાવાદના બિલ્ડર તેના ભાઇ અને મિત્ર સાથે ચા પીવા ગયા હતા. તે સમયે અજાણ્યા ચોરે તેમની ગાડીનો કાચ તોડીને રૂ. 15.63 લાખ ભરેલ થેલી લઇને પલાયન થઇ ગયો હતો. આ અંગે બિલ્ડરે અજાણ્યા ચોર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરમાં રહેતા ભુયંકભાઇ પટેલ કંન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે. જેમાં તેમની હાલમાં રણાસણ ટોલટેક્ષ પાસે નવી સાઇડ બને છે. ગત 28 સપ્ટેમ્બરે તેમને તેમની સાઇડની એક દુકાન વેચાણ આપી હતી. તેના રોકડા રૂ. 20 લાખ દુકાન ખરીદનારે આપ્યા હતા. જે બાદ તેમની સાઇડનું કામ કરતા ધર્મેન્દ્રસિંહને તેમાંથી રૂ. 1.37 લાખ ચૂકવ્યા હતા. જે બાદ તેઓ અહીં મિત્ર પાસે સાઈટની નજીક આવેલી ચાની કીટલી પર ચા પીવા ગયા અને ભુયંકભાઇએ તેમના મિત્રને પણ રૂ. 3 લાખ આપ્યા હતા અને બાકીના રૂ.15.63 લાખ થેલીમાં મૂકીને તે થેલી પાર્ક કરેલ ગાડીમાં મૂકી હતી.જોકે ચા પીને જ્યારે તેઓ અન્ય બિલ્ડરને રૂપિયા આપવાા હોવાથી કારની નજીક ગયા તો પાછળનો કાચ તૂટેલો હતો. અને ડ્રાઈવર સીટની પાછળ મુકેલી થેલી ગાયબ હતી.

બાદમાં તે રૂપિયા અન્ય બિલ્ડરને આપવાના હોવાથી તે પાર્ક કરેલ ગાડી પાસે પહોચ્યા તે સમયે ગાડીનો પાછળનો કાચ તૂટેલો હતો. જેથી તેમને ગાડીમાં ડ્રાઇવર સીટની પાછળની સીટમાં થેલીમાં મૂકેલ રૂ. 15.63 લાખ ભરેલ થેલી ગાયબ હતી. તેમને આસપાસ તપાસ કરતા પણ મળી આવ્યા ન હતા. આ અંગે બિલ્ડરે અજાણ્યા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વ નું છે કે ગાડીનો કાચ તોડી લૂંટ અને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે અને હાલમાં સેટેલાઈટમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...