Sunday, April 26, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું, ઓટો રીક્ષા, કેબ તેમજ ટેક્સીમાં આ નિયમનું પાલન ફરજીયાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મોટાભાગે ઓટો, રીક્ષા, કેબ કે ટેક્ષીનો ઉપયોગ કરે છે. આ સર્વિસના ઉપયોગ દરમિયાન જે વાહનમાં મુસાફરી કરતા હોય તેની સાથે વાહનચાલક દ્વારા સામાનની ચોરી, લૂંટ, છેડતી, અપહરણ જેવા બનાવ બનતા હોય છે. તાજેતરમાં જ ટેક્ષીમાં મુસાફરી કરતા દંપતી સાથે ગેરવર્તન કરી પોલીસકર્મીઓએ તોડ કરી નાખ્યો છે, જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા ઓટો રીક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર,પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.


અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે પોતાના વાહનમાં મુસાફરને સ્પષ્ટ દેખાય તે રીતે કાયમી વાહન નંબર, વાહન માલિકનું નામ,પોલીસનો કંટ્રોલરૂમનો નંબર અને હેલ્પલાઇનનો નંબર ફરજિયાત લખવા આદેશ કર્યો છે. 12×10 ઇંચના સાઈઝના બોર્ડ પર 13 mmના અક્ષરની ફોન્ટ સાઈઝ રાખીને તમામ વિગત લખવાની રહેશે. વાહનમાલિકનું નામ સ્કેચ પેનથી લખી શકાશે.

1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી વાહનચાલકોએ વાહનમાં લખાણ લખાવવાનું રહેશે.આ જાહેરનામાનો અમલ 2 મહિના એટલે કે 30 નવેમ્બર સુધી કરવાનું રહેશે.1 નવેમ્બરથી પોલીસ દ્વારા જે વાહનમાં લખાણ નહિ હોય તે વાહનચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોધી ધરપકડ કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...