Sunday, April 26, 2026

અમદાવાદમાં ધરણીધર દેરાસરથી નારણપુરા સુધી 108 ફૂટ લાંબી શાસન ધજા સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ, ગૃહ રાજ્ય મંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું

spot_img
Share

અમદાવાદ : આજે અમદાવાદમાં ધરણીધર દેરાસરથી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના ધારાસભ્યો અને જૈન આગેવાનો દ્વારા ફ્લેગ ઓફ કરાવી અને આ રથયાત્રાનું શુભારંભ કરાવ્યો હતો. પાલડી, વાસણા સહિતના વિવિધ જગ્યાના 99 જેટલા જૈન સંઘો આ રથયાત્રામાં જોડાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ રથયાત્રામાં વિવિધ પ્રકારની રચનાઓ, તપસ્વીઓના શણગારેલા ઉંટગાડા, વાજિંત્રો, જૈન શ્રેષ્ઠિઓનું સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે, આઝાદીમાં યોગદાન દર્શાવતા ટેબલો અને હિંસા મુકત વિશ્વ વગેરેની રચનાઓ બનાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રામાં યુવાનો પાઘડી, ખેસ અને બહેનો સાડી, ચણિયાચો ચોળી વગેરે સાંસ્કૃતિક પોશાકમાં જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ પાઠશાળામાં ભણતા નાના બાળકો, બાલિકાઓ, મહિલા મંડળો, યુવક મંડળ વિશાળ સંખ્યામાં છે. 108 ફૂટ લાંબી શાસન ધજા લઈને સમગ્ર રથયાત્રામાં યુવાનો ચાલ્યા હતા. આ રથયાત્રા ધરણીધર જૈન દેરાસર પાસેથી નહેરુનગર ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, દર્પણ પાંચ રસ્તા, દેવકીનંદન જૈન દેરાસર થઈ શ્રી નારણપુરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી.

આ રથયાત્રામાં અનેક આચાર્ય ભગવન્ત્તો, સાધ્વીજી ભગવન્તો, શ્રાવક, શ્રાવિકાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વિવિધ જૈન હોસ્ટેલોમાં અભ્યાસ કરી રહેલા યુવાનોને પણ આ વિરાટ સામૂહિક રથયાત્રામાં જોડાયા હતા. વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...