Sunday, September 27, 2026

નવરાત્રીમાં ખેલૈયાઓ સાથે ડોક્ટર-એમ્બ્યુલન્સની સુવિધા, હાર્ટ એટેકના બનાવો વધતા આયોજકોની પહેલ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે, ગરબા પ્રેક્ટિસ માટે ડાન્સ ક્લાસિસ પણ ઘણા સમયથી ધમધમી રહ્યા છે. પરંતુ હર્ષોલ્લાસના આ તહેવાર પહેલાં જ ગુજરાતના અલગ-અલગ ત્રણ જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણા ગરબારસિકોને હચમચાવી નાખ્યા છે. વાસ્તવમાં નવરાત્રી પહેલા જ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. એવામાં આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરમાં ગરબા આયોજકો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું છે. જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે. જેમાં એમ્બ્યુલન્સ તથા તબીબોની ટીમ ખડેપગ રાખવામાં આવશે. આ ઉપરાંત ગરબાના રાઉન્ડનો સમય પણ આયોજકો દ્વારા ઘટાડીને ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ખેલૈયાઓનો પૂરતો આરામ મળે અને તેઓ શરીર પર વધારે કષ્ટ ન પડે. ઈમરજન્સીની સ્થિતિ માટે દબાઓનો પણ સ્ટોક મેદાન પર જ ઉપલબ્ધ હશે.

ઉપરાંત આયોજકો દ્વારા યુવાઓને એનાઉન્સમેન્ટ દ્વારા સમજાવવામાં આવશે કે ગરબા આનંદ માટે રમે, જીવના જોખમે નહીં. જો તબિયત થોડી પણ ખરાબ જણાય તો તાત્કાલિક જાણ કરે જેથી તેમને તાત્કાલિક તબીબી સહાય મળી રહે. સાથે તબીબોની ટીમ પણ ત્યાં હાજર ખેલૈયાઓને જઈને તેમને કોઈ તકલીફ છે કે નહીં તે અંગે પૂછશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી બાદથી હૃદય રોગના હુમલાના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક ગરબાના ક્લાસમાં પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયાના ચોંકાવનારા કિસ્સાઓએ સૌ કોઈને ચિંતિત કરી દીધા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...