Friday, January 16, 2026

અમદાવાદમાં 4 ઓક્ટોબરે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની, બોલીવુડની આ હસ્તીઓ કરશે પરફોર્મ

spot_img
Share

અમદાવાદ : ICC વન ડે વર્લ્ડ કપ 2023નો શંખનાદ થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારત પહેલી વખત વર્લ્ડ કપની એકલુ મેજબાની કરી રહ્યુ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 ઓક્ટોબરે ટુર્નામેન્ટની પહેલી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થશે. 4 ઓક્ટોબરે આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલીવુડની જોરદાર ધમાલ જોવા મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઓપનિંગ સેરેમનીમાં એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાના ડાન્સથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. દિગ્ગજ ગાયિકા આશા ભોસલે અને જાણીતા પ્લેબેક સિંગર અરિજિત સિંહ પોતાના અવાજનો જાદુ ચલાવશે. આ સિવાય શ્રેષ્ઠ સિંગર શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. સાથે જ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન પણ પરફોર્મ કરશે. મહાદેવને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની થીમ સોન્ગ દે ઘુમાકે ગાયુ હતુ, જે ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ. તેમણે દે ઘૂમાકેને અહસાન અને લોય સાથે મળીને તૈયાર કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવશે, જેમાં 10 ટીમો ટ્રોફી માટે ટક્કર કરશે. એક ટીમે 9 લીગ મેચ રમવાની છે. ટોપ-4 ટીમ સેમિફાઈનલમાં એન્ટ્રી કરશે. ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે. જે બાદ ભારતની 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટક્કર થશે. ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...