અમદાવાદ : ક્રિકેટ રસીયાઓ માટે આગામી સમયમાં શરૂ થઈ રહેલ વર્લ્ડ કપને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને રાખી મેચ દેખવા ગયેલ લોકોને રાત્રે ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર આવવા-જવા માટે એક જ ગેટ ખોલવામાં આવશે. તેમજ પ્રવેશ દ્વારા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિનાં 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.