Monday, September 21, 2026

અમદાવાદમાં WORLDCUP 2023 પ્રારંભે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી

spot_img
Share

અમદાવાદ : આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વકપ WORLDCUP 2023 નો આરંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ વખતે કોઇ પણ જ પ્રકારની ઓપનિંગ સેરેમની ICC દ્વારા રાખવામાં આવી ન હતી, જો કે વર્લ્ડ કપ શરૂ થયાના એક દિવસ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે કેપ્ટન ડે સેરેમની યોજાઈ હતી, આ કેપ્ટન્સ ડે પર વિશ્વકપમાં ભાગ લેનાર 10 ટીમના 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી હતી. સાથે જ WCની ટીમ્સના કેપ્ટનની પ્રેસ-કોન્ફરન્સ પણ યોજાઈ.

આ ઈવેન્ટમાં રવિ શાસ્ત્રી અને ઈયોન મોર્ગને તમામ કેપ્ટનો સાથે તેમની વર્લ્ડકપની તૈયારીઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ તમામ ટીમોના કેપ્ટનોને પણ સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું, ‘અહીં બેઠેલા તમામ કેપ્ટન પોતાના દેશ માટે કંઈક હાંસલ કરવા ઈચ્છે છે. વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાનું દરેકનું સપનું હોય છે. હું એક વાત કહેવા માંગુ છું કે, ભારતના લોકો ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે. ભારતમાં તમામ ટીમોને ઘણો પ્રેમ મળશે અને દરેક મેચમાં સ્ટેડિયમો ભરાયેલા રહેશે.

રોહિત શર્માએ કહ્યું, ‘વર્લ્ડ કપ માટે દરેક ટીમના કેપ્ટન સાથે સવાલ-જવાબો થયા. ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ભારતમાં વર્લ્ડ કપ હોવાથી મજા આવશે અને ટીમ ફ્રેશ છે એટલે વધુ સારું લાગી રહ્યું છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી અમને સારો અનુભવ મળ્યો છે, જે વર્લ્ડ કપમાં કામ આવશે.

તેણે વધુમાં કહ્યું, ટુર્નામેન્ટ ઈન્ડિયામાં છે, આથી હું ખૂબ એક્સાઇટેડ છું. માત્ર ભારતની જ નહીં પરંતુ દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું જોવા મળશે. અમારી ટીમને તો સપોર્ટ કરવા ફેન્સ આવશે, પરંતુ સાથે-સાથે દરેક ટીમને સપોર્ટ કરવા પણ ફેન્સ સ્ટેડિયમમાં આવશે. ટુર્નામેન્ટ ખૂબ જ સક્સેફુલ જશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...