Sunday, September 27, 2026

નવરાત્રિ સેલીબ્રેશનને લઈને શાળાઓ-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સાવચેતી જરૂરી

spot_img
Share

માનવ જોષી દ્વારા, અમદાવાદ : રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એકબાજુ ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાળાઓ-કોલેજોમાં એક કે બે દિવસ નવરાત્રિ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળા અને કોલેજ પરિવાર દ્વારા નવરાત્રિ સેલીબ્રેશનના આયોજનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફનું સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ, શાળા પરિવાર દ્વારા સેલીબ્રેશનની સાથે મેડીકલ ટીમ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવું જોઈએ.

નવરાત્રિ સેલીબ્રેશનમાં વિવિધ શાળાઓ-કોલેજોના અસેમ્બલી હોલમાં, પાર્ટી પ્લોટમાં કે પછી રમતના મેદાનમાં ગરબે ઘૂમતા બાળકો કોઈ આકસ્મિક શારીરિક તકલીફનો ભોગ ન બને તે સૌ શાળા-કોલેજોના સંચાલકોની નૈતિક જવાબદારી છે. માટે મિર્ચી ન્યુઝના માધ્યમથી દરેક શાળા-કોલેજોના સંચાલકોને નમ્ર અપીલ છે કે શાળા-કોલેજ પરિવાર દ્વારા યોજાતા ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે કોઈ ડોક્ટરને બોલાવી શકે, નહિતર ગરબા ચોક પાસે કોઈ ડોકટર ઉપલબ્ધ રાખે કે પ્રાથમિક સારવાર મળે એવી વ્યવસ્થા અથવા તો ઇમરજન્સી સેવા માટે આસપાસની હોસ્પિટલમાં અગાઉથી જાણ કરેલ હોય તો કોઈ પણ અકસ્માત સમયે મેડિકલ સેવા ઉપલબ્ધ થઈ શકે. તહેવારની ઉજવણી સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે તો માં અંબાની સ્તુતિમાં સોનામાં સુગંધ ભળશે અને વિધાર્થીઓને પણ એક સુરક્ષાકવચ પ્રદાન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...