Saturday, August 1, 2026

અમદાવાદમાં પોલીસકર્મીની ઘરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, N ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં અમદાવાદમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ હિતેશ આલે ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 28 વર્ષીય મૃતક હિતેશ આલ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હતા. 2017માં તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને N ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને N ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હિતેષભાઈ આલ નામના પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે. વેજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ કે અન્ય વિગતો ન મળી આવતા પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે, ગઈકાલે તેઓ અત્યંત તણાવમાં હતા. મિત્રનો બર્થ ડે હોવાથી તેની પાર્ટીમાં જવાના હતા.પરંતુ મિત્રએ જ્યારે ફોન કર્યો તો મૂડ ન હોવાનું કહી પાર્ટીમાં જવાનો ઈનકાર કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...