23.4 C
Gujarat
Saturday, February 22, 2025

Ind Vs Pak મેચની ટિકિટ સોશિયલ મીડિયા થકી ટિકિટ ખરીદી છે ? આ રીતે ચકાસો અસલી અને નકલી ટિકિટ

Share

અમદાવાદ : 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં Ind Vs Pak વચ્ચે મેચ રમાવાની છે, જેની લોકો ઘણા સમયથી ટિકિટો મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે તેવામાં જે લોકોને ટિકિટ મળી ગઈ છે તેમને પણ તે ટિકિટ અસલી છે કે નહીં તે ચેક કરવું પડશે. કારણકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાલમાં જ Ind Vs Pakની મેચની નકલી ટિકિટ વેચતા ચાર ભેજાબાજોની ધરપકડ કરી છે, જેમણે અસલી ટિકિટ પરથી બિલકુલ તેના જેવી જ દેખાતી નકલી ટિકિટો તૈયાર કરી હતી તેમજ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહક શોધીને આ ટિકિટનું વેચાણ પણ કર્યું હતું. ત્યારે તમે પણ જો સોશિયલ મીડિયા થકી ટિકિટો ખરીદી હોય તો જાણો કે તમે ખરીદ કરેલી ટિકિટ અસલી છે કે નકલી.

હાલમાં Ind Vs Pak મેચની ટિકિટની ખુબજ સોર્ટેજ જોવા મળી રહી છે. લોકો ઓનલાઈન અલગ અલગ માધ્યમો થતી ટિકિટ ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ટિકિટ નથી મળી રહી ત્યારે હવે આ ટિકિટની લાભ લઈને અમુક લોકો ક્રિકેટ પ્રેમીઓને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો પર ડુપ્લીકેટ ટિકિટ અથવા તો ઓરીજનલ ટિકિટનો ફોટો બતાવી લોકો પાસેથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે બદનામીના ડરથી લોકો પોતે છેતરાયા હોવાની ફરિયાદ પોલીસને નથી કરી રહ્યા.

જો આપે પણ સોશિયલ મીડિયા થકી ટિકિટ ખરીદી છે તો તમે પણ આવા લોકોનો શિકાર નથી બન્યા ને ? શું તમારી પણ ટિકિટ ખોટી કે ડુપ્લીકેટ નથી ? તમે મેળવેલી ટિકિટ કઈ રીતે ચકાસશો એ અમે તમને બતાવશું.

ઓરીજનલ અને ડુપ્લીકેટ ટિકિટ કઈ રીતે ચકાસશો
સામાન્ય રીતે ઓરીજનલ ટિકિટમાં એવા ચાર મુદ્દાઓ છે કે જેને થકી આપણે ડુપ્લીકેટ કે ઓરિજિનલ ટિકિટ છે કે કેમ તેની ચકાસણી કરી શકશું.

ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપર
ઑરીજનલ ટિકિટમાં ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરિજનલ ટિકિટ થોડીક ફાડવામાં આવે અથવા ચેડાં કરવામાં આવે ત્યારે એક અલગ ગુલાબી રંગનું લેયર દેખાઈ છે જે ડુપ્લીકેટમાં નથી હોતું.

ટેમ્પર-એવિડન્ટ વોઈડ ઈન્ડીકેટર
એરિજનલ ટિકિટની ઝેરોક્ષ કરવામાં આવે ત્યારે તે ઝેરોક્ષ માં વોઇડ લખાઈ ને આવે છે જેના કારણે ઓરીજનલ અને ડુપ્લીકેટ ઓળખ થઈ શકે છે.

માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન
માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન સમજદારીપૂર્વક સંકલિત કરવામાં આવ્યું છે, જેને ફક્ત મેગનીફાઈન લેન્સ દ્વારા જ જોઈ શકાય છે. જે ડુપ્લીકેટ ટિકિટમાં જોવા મળતું નથી.

બારકોડ
દરેક ઓરીજનલ ટિકિટમાં પોતાનો અલગ બરકોડ આપવામાં આવ્યો છે જે દરેક ટિકિટમાં અલગ અલગ આપવામાં આવ્યો છે. જે બારકોડ એન્ટ્રી ગેટ પર સ્કેન કરી પ્રવેશ આપવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles