અમદાવાદ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળાને સમાપ્તિને હવે ગણતરીના દિવસો બાકી છે. મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને જેને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. તેમજ હાલમાં પણ પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ છે. જેના પગલે હવે રેલવે મંત્રાલયે આ ભીડને નિયંત્રિત કરવા માટે મોટો નિર્ણય લીધો છે.
જેમાં મળતી માહિતી મુજબ પ્રયાગરાજના વધતી ભીડને નિયંત્રિત કરવા માટે અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે એક ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા જેમાં હવે 22 થી 27 ફેબ્રુઆરી વચ્ચે સંચાલિત થનારી 10 ટ્રેન રદ કરવામાં આવી છે. જોકે, મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
26 ફેબ્રુઆરીના રોજ, દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 15559 તેના નિર્ધારિત માર્ગ વારાણસી -પ્રયાગરાજ-માણિકપુર-બીનાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બીના ના માર્ગે ચાલશે
આ ટ્રેનો રદ કરાઈ
22મીથી 26મી ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
24મીથી 28મી ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
25મી ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
26મી ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
26મી ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે.
28મી ફેબ્રુઆરી 2025 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
25મી ફેબ્રુઆરી 2025 ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે.
27મી ફેબ્રુઆરી 2025 ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે.
25મી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે.
27મી ફેબ્રુઆરી 2025 ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે હવે પ્રયાગરાજમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા મોટા સ્નાન માટે વહીવટીતંત્રએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જેની માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે મહાકુંભનગરની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.