23.4 C
Gujarat
Saturday, February 22, 2025

અમદાવાદમાં શિવરાત્રીના દિવસે માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે, શોભાયાત્રામાં પાદુકા મૂકાશે

Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે. માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે. સવારે 7:30 વાગ્યે નગરયાત્રા નીકળશે. મનપા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે, જેમાં દરેક રૂટ પર ભવ્ય સ્વાગત કરાશે. અનેક સાધુ-સંતો આ યાત્રામાં હાજર રહેશે. યાત્રામાં અખાડા, ટેબલો, ભજનમંડલી સહિતના નગરજનો જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે. હોર્ડિંગ, બેનર વગેરે લગાવવામાં આવશે. માતાજીની આ યાત્રામાં ચરણપાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે.

614 વર્ષ બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા, માલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે. જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલી થી મહાલક્ષ્મી મંદિર થઈને લાલ દરવાજા ઘર થઈને નિજ મંદિરે પરત ફરશે. ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેક બુરજ ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles