Thursday, September 17, 2026

નવરંગપુરામાં રહેણાંક ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે બ્રીડિંગ રેકેટનો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરામાં આવેલા એક મકાનમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના પ્રજનન અને વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ મકાનમાંથી 46 પ્રાણીઓ અને 21 પક્ષીઓ ઝડપી પાડ્યા છે. મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓની કિંમત લાખો રૂપિયા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલે વન વિભાગ, કસ્ટમ વિભાગ અને AMCને પણ જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા રાવલભાઈ એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રહેણાંક ફ્લેટની અંદર અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓનું પ્રજનન તેમજ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા અનેક દુર્લભ જીવો કબજે કર્યા હતા.

તપાસ દરમિયાન ફ્લેટના પાંજરાઓમાંથી અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્સિયન કેટ, 14 હેમ્સ્ટર અને 15 જેટલા મીની લોપ સસલા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આકાશમાં મુક્ત વિહરતા 6 આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, 3 એક્લેક્ટસ પેરોટ અને સલ્ફર કોકાટુ જેવા મોંઘા પક્ષીઓ પણ પાંજરામાં કેદ હાલતમાં મળી આવ્યા હતા.આ જીવોની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત લાખોમાં હોવાનું માનવામાં મનાય રહ્યું છે.

કાયદાકીય પાસાઓની વાત કરીએ તો, આરોપી દ્વારા રજૂ કરાયેલા ‘પરિવેશ’ પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ અને અધૂરા જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ વૈજ્ઞાનિક સુવિધા કે બાયોસિક્યુરિટી વગર આટલી મોટી સંખ્યામાં જંગલી જીવો રાખવા એ ગંભીર ગુનો છે. નિષ્ણાતોના મતે, આ રીતે પ્રાણીઓને રાખવાથી ‘ઝૂનોટિક’ રોગો ફેલાવાનું જોખમ રહે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ રેકેટની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર જાણ કરી હતી અને હવે આ ત્રણેય વિભાગો સંયુક્ત રીતે આયાતની કાયદેસરતા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવા બદલ પણ કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...