અમદાવાદ : અમદાવાદમાં IND vs PAK વચ્ચે 14 ઓક્ટોબરે વર્લ્ડકપની મેચ રમાવાની છે. આ મેચની ટિકિટની કાળા બજારી વધી ગઇ છે. અમદાવાદ પોલીસ પણ મેચની ટિકિટ વેચતા લોકો સામે સકંજો કસી રહી છે. શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રોને મેચની ટિકિટોનો સોદો કરવો ભારે પડ્યો છે. બંને મિત્રોનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેમની પાસે બોગસ ટિકિટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે, તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો.અને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં બે મિત્રોનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ હતું અને બોગસ મેચની ટિકિટ વેચે છે અને તમે 13 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું છે તેમ બોલાવીને વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતાર્યા પછી આરોપીઓએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમની પાસેથી 24 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.અને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે બે મિત્રોએ પોલીસ ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ IND vs PAK મેચની ડુપ્લીકેટ ટિકિટ વેચતા 4 લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે તમામ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.