Thursday, January 22, 2026

IND vs PAK ક્રિકેટ મેચ પહેલા ઓપનિંગ સેરેમની જેવી રોનક, આ 4 વસ્તુઓ જ સાથે મળશે એન્ટ્રી

spot_img
Share

અમદાવાદ : IND vs PAK વચ્ચેની મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટ રસીકોનો આનંદ બેવડાયો છે.

BCCIએ જાહેરાત કરી છે કે સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે 12.30 કલાકે શરુ થશે. અમિત શાહ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત સહિતના સ્ટાર્સ પણ આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચશે. સેરેમની પહેલા સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BCCI ક્રિકેટ વર્લ્ડ કપની IND vs PAKની મેચ દરમ્યાન મેચ નિહાળવા આવનાર ટિકિટ ધારક પ્રેક્ષકોને શું શુ વસ્તું સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે તેની વિગતો સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી નક્કી કરાયેલી વસ્તુઓ જ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે.

IND vs PAK મેચ જોવા જનારાઓ જાણી લો
1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલ છે
તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...