Saturday, January 24, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી IND vs PAK મેચની નકલી ટીકિટો વેચતા બે કિશોરો ઝડપાયા, 23 ટીકિટો કબજે લેવાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં જ બોડકદેવ વિસ્તારમાંથી નકલી ટીકિટો વેચનારાને ઝડપી લેવામાં આવ્યા હતાં. તે ઉપરાંત ટીકિટોનો સોદો કરવા જતાં બે મિત્રોનું અપહરણ કરીને તેમને માર મારી તેમની પાસેથી 24 હજાર લૂંટી લેવાનો મામલો પણ સામે આવ્યો હતો.ત્યારે ફરી એક વાર શહેરના ખાનપુર વિસ્તારમાંથી નકલી ટીકિટો વેચતા ત્રણ લોકો ઝડપાયા છે. પોલીસે 23 ટિકીટો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓ કિશોર વયના છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાંથી નકલી ટીકિટો ઝડપાયા બાદ ક્રાઈમ બ્રાંચ એલર્ટ થઈ ગઈ હતી.ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે બે છોકરાઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ડુપ્લીકેટ ટિકીટો વેચવા ખાનપુરથી રીવરફ્રન્ટ તરફ જતાં રોડ પર કોઈ ગ્રાહકની રાહ જોઇ રહ્યાં છે. ક્રાઈમ બ્રાંચે બંને છોકરાઓને પકડીને પુછપરછ કરી હતી. જેમાંથી એક છોકરાની તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન તથા 12 નંગ નકલી ટીકિટો મળી આવી હતી.

તે ઉપરાંત બીજા કિશોરના ખિસ્સામાંથી એક મોબાઈલ અને 11 નંગ નકલી ટીકિટો મળી હતી. આ બંને જણાએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે તેમણે વિક્કી ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી એક હજારના ભાવે આ ટીકિટો ખરીદી હતી અને 18 હજાર રૂપિયાની એક ટીકિટના ભાવે તેઓ વેચતા હતાં. પોલીસે તેમની પાસેથી 23 નંગ નકલી ટીકિટો અને બે મોબાઈલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ડુપ્લિકેટ બનાવીને વેચતા 4 યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ચારેય યુવક કલર પ્રિન્ટર મારફત ટિકિટની પ્રિન્ટ કાઢીને વેચવા માટે પ્રયાસ કરતા હતા. આ સમગ્ર રેકેટમાં સંખ્યાબંધ ટિકિટો બજારમાં વેચાઈ ગઈ હોય એવી વિગતો સામે આવી રહી છે. પકડાયેલા આરોપીઓ યુવાનો છે, જે માત્ર 18થી 19 વર્ષના છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોઈએ કઈ રીતે ટિકિટ વેચી હતી એ શોધવાનું પણ શરૂ કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...