Sunday, September 27, 2026

અમદાવાદમાં મહામુકાબલો IND vs PAK મેચ, આ 2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ રહેશે, વિજય સરઘસ માટે પરમિશન જરૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ સહિતના કલાકારો પરફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થશે. જ્યારે કે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે. મેચને લઈને સમગ્ર શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે મેચ માટે કેટલાક રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે અત્યારથી જ દર્શકો સ્ટેડિયમમાં પહોંચવા લાગ્યા છે.

દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમની અંદર ફક્ત ટિકિટ, મોબાઈલ, પર્સ, ચશ્મા, કેપ તેમજ ઝંડા જ અંદર લઈ જઈ શકાશે.

મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.

સાથે જ જો ભારતની ટીમ મેચ જીતે તો પીલોસની મંજૂરી બાદ જ વિજય સરઘસ કાઢી શકાશે તેવી અતિ મહત્વની સૂચના જાહેર કરવામા આવી છે. મેચ બાદ વિજય સરઘસ કાઢવા માટે ખાસ મંજૂરી લેવી પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...