Sunday, September 27, 2026

નવરાત્રીમાં ગરબા રમતા રમતા છાતીમાં દુખાવો થાય કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો

spot_img
Share

અમદાવાદ : નવરાત્રિના તહેવાર પહેલા જ હાર્ટએટેક ખેલૈયાઓ માટે ખતરો બની રહ્યો છે. નવરાત્રિ પહેલા જ ગુજરાતમાં ગરબા સમયે અનેક લોકોને હાર્ટએટેક આવ્યો છે, અને કેટલાકનો જીવ ગયો છે. ત્યારે જો તમે ગરબા કરવા જવાના હોય તો હવે સાવચેતી રાખવાની જરૂર આવી ગઈ છે. આવુ પહેલા ક્યારેય નથી થયુ કે ગરબા રમતા સમયે ખેલૈયાઓને ડર હોય. પરંતુ આ વખતે હાર્ટએટેકથી ડરવાની જરૂર આવી ગઈ છે. આ નવરાત્રિથી હાર્ટએટેકથી સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ ચાલુ ગરબામાં તમને અથવા તમારી આસપાસ કોઈને તકલીફ થાય તો સૌથી પહેલા શું કરવુ તેની સલાહ તબીબોએ આપી છે. ચાલુ ગરબામાં છાતીમાં દુખાવો ઉપડે કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો.

ગરબા રમતા છાતીમાં દુખાવો થાય તો આટલું કરજો
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ.

નિયમિત કસરત ન કરનારા ગરબા રમવાનું ટાળો અથવા તો ધીમેથી ગરબા રમો. ધીમે ધીમે ગરબાની શરૂઆત કરો, પરંતું ઉછળકૂદ જેવા ગરબા ન રમો.
હળવો ખોરાક ખાઈને જ ગરબા રમવા માટે જવું. ભારે ખોરાક મુશ્કેલીમાં મૂકી શકે છે
નિયમિત કસરત ન કરારના લોકોએ ગરબા રમવાનું ટાળો. અથવા તો ગરબા રમવા હોય તો ધીમેથી ગરબા રમો.
ગરબા કરતા પહેલા પૂરતું પાણી પીને શરીરને હાઈડ્રેટ કરો. આ પૂર્વ સાવચેતી છે
જો ફિટ ન હોય તો વધુ ગરબા કે ફાસ્ટ ગરબા રમવાનુ ટાળો
એસિડિટી થઈ હોય તો વિચારીને ગરબા રમો.
ગરબા રમતા સમયે છયેલા છાતીના દુખાવાને અવગણશો નહિ. તાત્કાલિક તબીબ પાસે જાઓ
જો અનુકૂળતા હોય તો નવરાત્રિ પહેલા કાર્ડિયાક ચેકઅપ કરાવી લો. અથવા ટ્રેડમીલ ટેસ્ટ પણ કરાવી લેવો.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...