Sunday, September 27, 2026

નવરાત્રીને લઈને ખાણી પીણીના લારી ગલ્લા અને ફૂડ કોર્ટને બંધ નહીં કરાવવા આદેશ, રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

spot_img
Share

અમદાવાદ : નવરાત્રી તહેવારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ અને તેમના પરિવારજનો બહાર હોય છે. નવરાત્રીના ગરબા સમાપ્ત થયા બાદ મોડી રાત્રે નાસ્તો અને પાણી સરળતાથી મળી રહે એ માટે ફૂડ કોર્ટ અને ખાણી પીણીની લારી ચાલુ રહે એ માટે આ સૂચના કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ તમામ જિલ્લા શહેરના પોલીસ વડાને આ અંગે મહત્વની સૂચના આપી છે.

રાજ્યના તમામ પોલીસ વડાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ મહત્વની સૂચના નવરાત્રીને લઈ આપ્યા છે. નાના ધંધાર્થીઓને તહેવારોનો સમય હોઈ તેમને પરેશાન નહીં કરવા માટે ખાણી પીણી અને ફૂડકોર્ટને બંધ નહીં કરાવી હેરાન નહીં કરવા સૂચના અપાઈ છે. ખાણી પીણીના લારી ગલ્લા અને ફૂડ કોર્ટને બંધ નહીં કરાવવા અને સાઉન્ડ સિસ્ટમ વિના ચાલતા ગરબાને બંધ કરાવવા માટે થઈને દબાણ નહીં કરવા માટે સૂચનાઓ પોલીસના અધિકારીઓને કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાને રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશ્નર અને જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચનાઓ આપી છે. તેમજ રાત્રી દરમિયાન ગરબાથી પરત જતા લોકોને સલામતી અને ટ્રાફિકમાં સરળતા થાય એ માટે પ્રયાસો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ દરમિયાન તંત્ર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ નવરાત્રી દરમ્યાન તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...