Sunday, September 27, 2026

નવા વાડજની આ સ્કૂલમાં ‘No Bag Day’ ની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવુતિઓ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વિનાનું ભણતર અને તણાવમુક્ત વાતાવરણની રચનાના ઉદ્દેશથી નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પ્રવૃત્તિઓ સાથે શીખવાનું વધુ મનોરંજક બનાવવાનો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ગીતાબેન નાયરના જણાવ્યા મુજબ ‘નો બેગ ડે’ ના નવીનતમ વિચારથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટશે અને વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેના સંવાદમાં વધારો થશે. શિક્ષકો માત્ર ભણાવવા માટે જ હોય ​​તેવી લાગણી પ્રવર્તે છે.

શાળાના કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણીમાં શાળાના બાળકો તેમના ગણવેશમાં આવ્યા હતા, પરંતુ તફાવત સાથે ત્યાં કોઈ ઔપચારિક વર્ગો ન હતા. દરેક 45 મિનિટના તાસનો તદ્દન અલગ રીતે કરવામાં આવ્યો. જેમાં વિધાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ જેમકે..વેસ્ટમાંથી બેસ્ટ, કાર્ટૂન મૂવી જોવું, આર્ટ એન્ડ ક્રાફ્ટનું કાર્ય વગેરે જેવા સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવ્યા હતા.

બાળકોના સર્વાંગી વિકાસ અને વિકાસમાં શાળાકીય શિક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે જાણીતી હકીકત છે કે બાળકોમાં વિના પ્રયાસે જ્ઞાનને ગ્રહણ કરવાની જન્મજાત ક્ષમતા હોય છે.જ્યારે તેમને તણાવમુક્ત અને પોષક શિક્ષણ વાતાવરણ પૂરું પાડવામાં આવે ત્યારે તેમની શીખવાની ક્ષમતા મહત્તમ થાય છે. તેનાથી વિપરિત, તેમને અયોગ્ય દબાણને આધીન થવાથી તેમના ભણતર પ્રત્યેના ઉત્સાહ અને જિજ્ઞાસાને અવરોધે છે.

તમને જણાવી દઈએ કે સરકારના નેશનલ એજયુકેશન પોલિસી 2020 અંતર્ગત આવેલ નવા નિયમ અનુસાર શિક્ષણમાં નવીનતા લાવવા માટે, ‘નો બેગ ડે’ નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...