Monday, September 21, 2026

ગરબા બની રહ્યા છે ઘાતક ! 24 કલાકમાં ગરબા રમતા 7 યુવાનો બન્યા HEART ATTACK નો ભોગ

spot_img
Share

અમદાવાદ : હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ. નવરાત્રિમાં હાર્ટ એટેકની ઘટનાઓ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ સાત યુવાનોનો ભેગ લીધો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.

હાર્ટ એટેકથી 7 યુવાનોના મોત
રાજ્યમાં વધતા જતા હાર્ટ અટેક અને મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. રાજ્યમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ મોતના કિસ્સા સામ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 7 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.

અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટના
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ નામનો 28 વર્ષિય યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.આ યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતા. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો.

વડોદરામાં ગરબા રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
વડોદરામાં પણ ગરબા રમતી વખતે અચાનક 55 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જેમાં શહેરના હરણી વિસ્તારના સંસ્કૃતિ એન્કલેવમાં રહેતાં રહીશ શંકરભાઇ રાણાનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં હાર્ટ એટેકની બે ઘટનાઓ
રાજકોટમાંથી હાર્ટ એટેકથી બે ના મોતના સમાચાર, જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ બજાવતા દરમિયાન એટેક આવતા શખ્સનું મોત, જયારે બીજી ઘટનામાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા છે.

કપડવંજના યુવકનું હાર્ટ એટેકથી મોત
ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કપડવંજમા વીર શાહ નામનો 17 વર્ષીય યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું. જેથી તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

દ્વારકામાં હાર્ટ એટેકથી બેના મોતની ઘટનાઓ
દ્વારકામાં પણ હાર્ટ એટેકથી બેના મોતની થયાની ઘટનાઓ નોંધાઈ છે, આમ નવરાત્રી માહોલ વચ્ચે હાર્ટ એટેકના 7 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ સર્જાયો છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...