Sunday, September 27, 2026

વેજલપુરમાં કોન્સ્ટેબલ આપઘાતનો મામલો, મહિલા પોલીસ કર્મી પ્રેમિકાની ધરપકડ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના યુવક હિતેશ આલે કરેલા આપઘાતના કેસમાં નવા ખુલાસા થયા છે. કોન્સ્ટેબલ હિતેશ આલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હવે SG-2માં ફરજ બજાવતી રીંકલ નામની પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. રીંકલે હિતેશને ધમકી આપી માર મારી ટોર્ચર કર્યું હતું, જેનાથી કંટાળી હિતેશે આપઘાત કર્યો હતો. વેજલપુર પોલીસે ગુનો નોંધી રીંકલની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે. અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી રીંકલ દેસાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેશ આલને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપતી હતી. જેથી કંટાળીને પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો.

ઘટના એવી છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રીંકલ અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો.પરંતુ કોઈ કારણસર સંબધ તૂટી જતા હિતેશે સમાજમાં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી મહિલા પોલીસ કર્મી રીંકલ સતત હિતેશને માનસિક ત્રાસ આપતી હતી. ઓનલાઈન ખરીદી કરવાનું પેમેન્ટ અને આર્થિક મદદ મેળવવાની સાથે ધમકીઓ પણ આપતી હતી. પ્રેમિકાનો માનસિક ત્રાસ વધતા પોલીસ કર્મીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ મૃતક હિતેશના મોટા ભાઈએ રીંકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા પોલીસની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...