Sunday, September 27, 2026

આજે નવરાત્રિનું આઠમું નોરતું, અમદાવાદના નગર દેવી મા ભદ્રકાલીના મંદિરે ઉમટ્યાં ભક્તો

spot_img
Share

અમદાવાદ : આજે નવરાત્રીનું આઠમું નોરતું છે. જેને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાજીના દર્શનનું અનોખું માહાત્મ્ય છે. આઠમના પર્વ પર શક્તિપીઠો સહિત માઈ મંદિરોમાં વિશેષ હોમ હવનનું આયોજન થાય છે.ખાસ કરીને અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ આજે સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.નવરાત્રીના આઠમા દિવસે મહાઅષ્ટમી પર માતા ગૌરીની પૂજામાં શ્વેતા કે જાંબુડી રંગ શુભ માનવામાં આવ્યો છે.

અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે મહાઅષ્ટમીના દિવસે માઇ ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી.સિંહ ઉપર સવાર થઈ તેમ જ સોળ શણગાર સજીને મા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.માતાજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા હતા.ભદ્રકાળી મંદિરમાં રાતે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી હવન ચાલશે.આજે ભક્તો દ્વારા ભદ્રકાળીને 100થી વધુ ધજા ચડાવવામાં આવશે.તો સાથે વહેલી સવારે પાંચ વાગ્યે હવન બાદ નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે.

અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...