Wednesday, September 23, 2026

અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર ACBએ સપાટો બોલાવ્યો છે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદમાં આવેલા લાંચ અને રુશ્વત બ્યુરોને મળેલ ફરિયાદ મુજબ શાહીબાગ ખાતે આવેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ ફ્રીઝ થયેલા બેન્ક એકાઉન્ટને ખોલાવવા અંગે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ ટુકડે ટુકડે 7 લાખ રૂપિયાની ચુકવણી કરી ચુક્યા હતા. અને હજુ પણ બાકીના 3 લાખ રૂપિયાની પણ માંગણી કરી રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફરીયાદી વિરુધ્ધ સાયબર ક્રાઇમમાં અરજી થઇ હતી જે કામે ફરીયાદી વિરુધ્ધ FIR નહી કરવા અને ફરીયાદીનું ફેડરલ બેંકનું ફ્રીજ થયેલ ખાતુ ખોલવા આરોપી હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારએ ફરીયાદી પાસે 10 લાખની લાંચની માંગણી કરી ટુકડે-ટુક્ડે ફરીયાદી પાસેથી 7 લાખ લઇ લીધેલ હતા. બાકીના 3 લાખની ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.

ACB ની ટ્રેપમાં સાયબર ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસ સ્ટેન્ડ પાછળ રંગે હાથે 3 લાખની લાંચ લેતા ACB ની ટ્રેપમાં ઝડપાયા છે.હાલતો ACB એ સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારની ડિટેઇન કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...