Wednesday, January 21, 2026

ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ AMC અને POLICEનો આકરા શબ્દોમાં ઉધડો લીધો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે.

મીડિયા રિપોર્ટ મુજબ હાઈકોર્ટના આદેશ પર આજે ત્રણ ઉચ્ચ અધિકારીઓ AMCના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરીનો ઉધડો લીધો હતો.

જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસ કમિશનરને આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા નિર્દેશોનું પાલન થઇ રહ્યું નથી. કર્મચારીઓ અને અધિકારીઓને માર પડી રહ્યો છે. પોલીસની જીપની બાજુમાં લોકો લાકડીઓ સાથે ફરી રહ્યા છે. પોલીસ શું ફક્ત આવા લોકોને જોઇ રહી છે? પોલીસ મનપાને રક્ષણ પુરૂ નથી પાડી રહીં, ઢોર પકડતી વખતે અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. એલાર્મિંગ સ્થિતી છે તમે શું કરી રહ્યા છો? તમારા ખંભા પર સ્ટાર જુઓ, તમે ન કરી શકતા હોય તો જણાવી દો.

એક અઠવાડિયામાં કામગીરી દેખાવી જોઈએ તો આ તરફ એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે, પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાએ રોજીંદી મિટિંગ થશે અને કાયદાની મર્યાદામાં રહીને કરાતી કામગીરીનો રોજીંદો રિપોર્ટ તૈયાર કરાશે. વાસ્તવિક રીતે કાયદાની મર્યાદામાં જે પણ કડક પગલાં લેવાના થાય છે તે તમામ પગલાં લેવાશે તેવી એડવોકેટ જનરલ કોર્ટને ખાતરી આપી છે. ત્યારે રાજ્ય સહિત અમદાવાદની તમામ સમસ્યાઓ મુદ્દે પ્રશાસન એક અઠવાડિયામાં શું બદલાવ લાવી શકે છે તે જોવું રહ્યુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...