Sunday, September 27, 2026

અમદાવાદમાં આ વિસ્તારોમાં રોડ પર વાહનો પાર્ક કરવા બદલ 410 રહેણાંક 501 કોમર્શિલય એકમને AMCની નોટિસ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે કોર્પોરેશને હવે રોડ પર થતાં ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ શહેરના લગભગ 30 ટકા રોડ પર વાહનો અને લારી-ગલ્લાનું ગેરકાયદે દબાણ છે. સેટેલાઈટમાં આવેલા કેનયુગ ચારરસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ મ્યુનિ.એ 11 બિલ્ડિંગના 410 ફ્લેટ અને 501 દુકાનો મળી કુલ 911 યુનિટને રોડ પર પાર્કિંગ નહીં કરવા નોટિસ આપી છે. જો રોડ પર પાર્કિંગ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રહેલા ગેરકાયદેસર પાર્કિગ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા સર્કલ પીથી પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા 28 નાના મોટા દબાણો દૂર કરાયા હતા.કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર આવેલા રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ માલિકો તથા જાહેર જનતા દ્વારા બિનઅધિકૃત રીતે પાર્કિગ થયેલ જણાતા રોડ પાર્કિગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યાઓમાં દબાણ ન થાય તે અંગે જરૂરી વ્યવસ્તા કરવા સંબંધી માલિક, ચેરમેન, સેક્રેટરી એમ રહેણાંકના 410 અને કોમર્શિલયના 501 મળી કુલ 911 યુનિટને જાહેર નોટિસ અપાઇ હતી.

AMC દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે પણ જાહેર રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા. તેમજ ટ્રાફિકને નડતર કુલ 7 વાહનો લોક કરી 2700 વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો. AMC ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ જાહેર રસ્તામાં રહેલા દબાણ દૂર કરાયા હતા. BRTS કોરિડોર પાસે દબાણ કરનાર પાસેથી રૂપિયા 8200નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. નાના મોટા પરચૂરણ માલ સામાન નંગ 78 મળીને કુલ 138 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...