Sunday, September 27, 2026

હાઉસીંગ રિડેવલમેન્ટમાં વિલંબ બદલ બિલ્ડરોને બ્લેકલીસ્ટ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગ..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી કુલ ત્રણ-ચાર હાઉસીંગ સોસાયટીઓ ડિમોલીશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જયારે પાંચ-છ સોસાયટીઓ એમઓયુ સ્ટેજ પર છે જયારે ચારથી પાંચ સોસાયટીઓમાં બિલ્ડર-સોસાયટી-એસોસિયેશન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, જયારે 14 સોસાયટીઓના ટેન્ડર લાઈવ છે જયારે અન્ય 45 થી વધુ સોસાયટીઓના રિડેવલમેન્ટ પ્રોજેકટ ટેન્ડર પાઈપલાઈનમાં છે. આ કહેવા જઈએ તો રિડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેનું મુખ્ય કારણ કેટલાંક બિલ્ડરો હોવાનું મનાય છે.

હાઉસીંગ રહીશોમાં ચર્ચા મુજબ નારણપુરા અને નવા વાડજ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં કોરોના સમય પહેલા ટેન્ડર બહાર પાડેલા છે તથા બિલ્ડરની નિમણુક પણ થઈ ગયેલ છે છતાં આજે ચારથી પાંચ વર્ષ વિત્યા હોવા છતાં આવી સોસાયટીઓમાં રિડેવલમેન્ટમાં પરિણામ શૂન્ય છે.ચાર પાંચ વર્ષ બાદ પણ હુજ એમઓયુ થઈ શક્યા નથી.કયાંક બિલ્ડરો નાટક કરે છે એટલે કે હા…ના…હા…ના, કયાંક બિલ્ડરોના કારણો વ્યાજબી હોવાનું કહી શકાય પણ કારણ કે લાંબા સમય પહેલાના ટેન્ડરો મુજબ બાંધકામ ક્ષેત્રે રો મટીરીયલ ભાવ વધારો, જંત્રી બદલાવ વધારો અને એફએસઆઈ વપરાશ ઇસ્યુ ને કારણે બિલ્ડરો રસ દાખવતા નથી, તો કયાંક હાઉસીંગ સોસાયટીઓમાં પણ રહીશોમાં જુથવાદને કારણે વાટાઘાટો આગળ વધી શકતી નથી.પરંતુ મોટેભાગે એક-બે સોસાયટીઓમાં મુખ્યત્વે બિલ્ડર દ્વારા પહેલા ફર્નીચર કે ગીફટ મનીના પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ હવે આ પ્રકારની ગીફટ મની આપવાનો ઈન્કાર કરતા રહીશો તૈયાર થતા નથી અને સમગ્ર પ્રોજેકટ ખોરંભે મુકાય છે.

આવી પરિસ્થિતિમાં આખરે ટેન્ડરમાં સુચવેલ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતા આખરે હાઉસીંગના નિર્દોષ રહીશોને ભોગવવાનું આવે છે, એક બાજુ જર્જરીત બાંધકામને લઈને જીવને જોખમમાં મુકીને લોકો જીવન પસાર કરી રહ્યા છે ત્યારે બિલ્ડરો અને એસોસિયેશનની સાંઠગાંઠનો ભોગ આખરે રહીશોને બનવાનો વારો આવે છે.આવા સંજોગોમાં હાઉસીંગ બોર્ડ દ્વારા આ પ્રકારના લાંબા સમયના અટકેલ પ્રોજેકટોમાં જુના બધા ટેન્ડરો રદ કરી તે ફરીથી નવા નિયમો મુજબ તાત્કાલિક રિડેન્ડર કરવા જોઈએ, આ ઉપરાંત રહીશોની માગણી છે કે નવી ટેન્ડર પ્રક્રિયામાં બિલ્ડરને એલઓએ અને ટેન્ડર દર્શાવેલ સમયમર્યાદા ચુસ્તપણે પાલન થવું જોઈએ અને જે તે બિલ્ડરને બ્લેકલીસ્ટ કરી ભવિષ્યમાં આવા કોઈ પ્રોજેકટના કામથી દૂર રાખવા જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સોસાયટીઓના રહીશો પણ બિલ્ડરોની આવી ગેરરીતિનો ભોગ ન બને એવી રહીશો માગણી કરી રહ્યા છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટમાં ઝડપ લાવવા ગેરકાયદે વધારાના બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈએ…

હાઉસીંગ બોર્ડની જેજે સોસાયટીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને વિલંબમાં મુકાય છે એવી જે તે સોસાયટીમાં ગેરકાયદે વધારાના બાંધકામ ધરાવતા જુજ સભ્યો વિલન બની સમગ્ર સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા અટકાવે છે અને એવા સભ્યો દ્વારા સમગ્ર સોસાયટીના લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરાય છે જેના કારણે સોસાયટીના બહુમત સભ્યોનું હિત જોખમાય છે અને રિડેવલમેન્ટ પ્રક્રિયા ખોરંભે ચડે છે.

જેથી જે તે સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સોસાયટીમાં 75% સંમતિકરાર અને ત્રીપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીના બાકીના અસંમત સભ્યોના વધારાના ગેરકાયદેસર બાંધકામ કાયેદસરની કાર્યવાહી કરી તુરંત તોડી પાડવાની કાર્યવાહી કરવી જોઈએ તથા 60અ(2) ની કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ. જેથી સોસાયટી રિડેવલમેન્ટ પ્રક્રિયામાં 100% તરફ આગળ વધાય.

ઉપરાંત જે સોસાયટીમાં ૭૫% સંમતિકરાર અને ત્રિપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીમાં કોઈના દસ્તાવેજ કરાવવાના બાકી હોય તો હાઉસીંગ બોર્ડ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં સાથે સાથે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે વ્યવસ્થા ગોઠવાય તો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં ચોક્કસ ઝડપ આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...