Monday, September 21, 2026

અમદાવાદમાં વધુ એક અકસ્માત, AMCનું વાહન ચલાવતા ડ્રાઈવરે બાઇકચાલકને લીધો અડફેટે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ખુદ AMCના વાહને બાઇકને ટક્કર મારી હોવાની ઘટના બની છે. સોલિડ વેસ્ટ વિભાગના વાહને બાઇકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMCના સોલિડ વેસ્ટ વિભાગના વાહને બાઇકને ટક્કર મારતા AMCના વાહને બાઈકને ટક્કર મારી હતી અને તેનું આગળનું પૈડું ટુ વ્હીલર પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.જ્યારે એવી પણ માહિતી સામે આવી છે કે, AMCના વાહન ચાલક પાસે લાયસન્સ નહોતું. ડ્રાઈવર લાયસન્સ વગર મનપાનું વાહન ચલાવતો હતો.

આ અગાઉ AMCના ડમ્પર ચાલકે રિવરફ્રન્ટ પર ઘણા વાહનો અને ઝુંપડાને અડફેટે લીધા હતા. AMCના ડમ્પરે જ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બની હતી. રિવરફ્રન્ટ ખાતે AMCનું ડમ્પર બે કાચા મકાનમાં ઘુસી ગયું હતું. જેના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ડમ્પર ઘુસી જતાં મકાનને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ભારે હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...