Sunday, September 27, 2026

અમદાવાદ રિવરફ્રન્ટ પર જાહેરમાં યુવકની ગોળી મારીને હત્યા, ચાંદલોડીયાના યુવાનનું મોત

spot_img
Share

અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અમદાવાદના સૌથી ફેમસ પિકનિક સ્પોટ પર હત્યાનો બનાવ બન્યો છે. શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરાઈ છે.આ હત્યામાં મૃત્યું પામેલો યુવાન ચાંદલોડિયાનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે. હાલ મૃતકની ડેડ બોડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી છે.

હાલ મળતા રિપોર્ટ મુજબ, મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી સ્મિત રાજેશભાઇ ગોહિલની હત્યા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ પર સવારે 25 વર્ષીય એક યુવકની લાશ મળી હતી. જેના વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની હત્યા કરાઈ છે. રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.

ઘટના પછી એફએસએલની ટીમ અને પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. ક્યા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...