Sunday, April 26, 2026

અમદાવાદના આ વિસ્તારમાં AMCના બેકાબૂ ડમ્પરે 6 વાહનોને લીધા અડફેટે, એકનું મોત અને 3 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઈવિંગ કરીને અન્યોની જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં AMCના કચરો લઈને જતા ડમ્પરે ફરી એકવાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતા રિપોર્ટ પ્રમાણે જશોદાનગર ચાર રસ્તા પર Amcના કચરો લઈને જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત અને બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે AMCના કચરો લઈને જતા ડમ્પરે આતંક મચાવતા કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં બે કાર અને રિક્ષા સાથે ત્રણ બાઈકોને અડફેટે લીતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત ણ બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.અકસ્માતની ઘટના બાદ ડમ્પરચાલક ટોળામાંથી નાસવા જાય તે પહેલા લોકોએ તેને ઝડપી પાડીને પોલીસને સોંપી દીધો હતો. ઈજાગ્રસ્તોને 108માં હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે જ્યાં એકની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડમ્પરે વાહનોને 100 ફુટ સુધી ઢસડતા વાહનચાલકોએ બુમો પાડીને તેને રોક્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો. બચવા માટે ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકને લોકોએ પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થતા જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાની કચરો ભરવાની ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું હતું જે બાદ ફરી અમદાવાદ AMCની ગાડીએ અકસ્માત સર્જ્યો છે ત્યારે અમદાવાદ AMCના વાહનોની ઝડપ પર લગામ લાગે તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...