Sunday, September 27, 2026

સ્માર્ટ સીટી કે ક્રાઈમ કેપિટલ ! અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે ચકચાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલું રિવરફ્રન્ટ હવે જાણે કે, ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે ચકચાર મચી ગઈ છે. જેમાં એક હત્યામાં તો શહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી હત્યા જાહેરમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને કરવામાં આવી હતી. આના પગલે સમગ્ર શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે.જ્યારે ત્રીજી ઘટનામાં વટવા વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવેલ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રથમ હત્યાની ઘટનામાં જાહેરમાં છરી મારીને હત્યા શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 24થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે. આ દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લોકો નાની-નાની વાતમાં વાત કરવાના બદલે મર્ડર કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજી હત્યામાં આજે વહેલી સવારે રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારના દધીચિ બ્રિજ નીચે લોહી લુહાણ હાલમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા યુવકના છાતીના ભાગે ગોળી વાગેલાનું નિશાન મળી આવ્યું હતું. જેથી ફાયરિંગ કરીને યુવકનું હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ સ્મિત ગોહેલ અને ચાંદલોડિયાનો રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

હત્યાની બંને ઘટનાના પગલે અમદાવાદ પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગેલી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે કે વહેલી સવારે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને હત્યા અંગત અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અન્ય એક હત્યા વટવામાં થઈ હતી. મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મહિલાના પાડોશીએ જ તેની હત્યા કરી હતી. આના પગલે વટવા વિસ્તારને આંચકો લાગ્યો છે. મહિલાની પાડોશી સાથેના ઝગડામાં હત્યા થઈ છે. મુસ્કાન, સાહિલ અને શહઝાદ નામના આરોપીએ આ હત્યા કરી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...