Monday, September 28, 2026

સાવધાન અમદાવાદીઓ ! જાહેરમાં ગંદકી કરનારનું આવી બન્યું સમજો, AMC દ્વારા સ્પેશિયલ સ્કવોર્ડની રચના

spot_img
Share

અમદાવાદ : હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ગંદકી કરનારાઓને પકડવા AMC દ્વારા સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. શહેરના તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ તહેનાત રહેશે. પોલીસની જેમ જ આ સ્કવોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરશે. સ્પેશિયલ સ્કવોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હશે. સ્પેશિયલ સ્કવોર્ડ માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC દ્વારા સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. અમદાવાદના તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ તૈનાત કરાશે. તેઓ પોલીસની જેમ સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવાશે. સ્પેશિયલ સ્કવોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હશે. સ્પેશિયલ સ્કવોર્ડ માટે સ્પેશિયલ વાહનની વ્યવસ્થા કરાઇ છે. અગાઉ આજ મુજબ જોઈન્ટ એનફોર્સમેન્ટ ટીમ બનાવાઈ હતી. હવે વાહનો બદલી એ જ કામગીરી કરાશે.

નોંધનીય છે કે, અગાઉ અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી હતી. જેમાં અમદાવાદની સોસાયટીની બહાર કચરો હોય તો 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની વાત હતી. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ હતી. અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...