Friday, December 12, 2025

હર્ષ સંઘવીએ મોતને ભેટવા જતી યુવતીને બચાવી સંવેદનશીલ ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી

spot_img
Share

સુરત : ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ કાફલો રોકીને 5 મિનિટ સમજાવી હતી. ઘરે જવા માગતી ન હોવાથી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.

મોડી રાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પોતાના નિવાસ સ્થાનેથી અડાજણ વિસ્તારના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન પાલ-ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત કરવા પહોંચી હતી. જોકે યુવતી સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને આપઘાત કરતાં બચાવી લીધી હતી. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પસાર થતા પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક આ યુવતી પાસે પહોંચી ગયા હતા અને યુવતી આપઘાત કરવા ત્યાં આવી છે તેને લઈને તેની પૂછપરછ બાદ તેને સમજાવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સંવેદનશીલતા માટે પ્રખ્યાત છે. તેઓ સતત લોકોની મદદે આવતા હોય છે, અને લોકોની વચ્ચે રહેતા હોય છે. આમ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે લોકોમાં પ્રખ્યાત હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...