Tuesday, January 20, 2026

અમદાવાદની આ રેસ્ટોરન્ટે વેજના બદલે નોનવેજ પીરસ્યું, જાણો AMC એ રેસ્ટોરન્ટને કેટલો દંડ ફટકાર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોઝ કેરી ઓન રેસ્ટોરન્ટમાં મિત રાવલ નામનો યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કરતા ચિકન નીકળ્યું હતું. વેજ ખાવામાં નોન વેજ પીરસાતા મામલો બિચક્યો હતો.આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોઝ કેરી ઓન રેસ્ટોરન્ટમાં મિત રાવલ નામનો યુવક ગઈકાલે રાતે મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટ, ચોકલેટ ટ્રફ્લ, દાળ મખની, પરોઠા, રાઈસ અને ગુલાબજાંબુનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર બાદ યુવક જામી રહ્યો હતો ત્યારે હોટપોટ શંકાસ્પદ લાગતા તેમાં ચેક કરતા ચિકન નીકળ્યું હતું. વેજ ઓર્ડર બાદ પણ ચિકન આવતા તમામ રોષે ભરાયા હતા.વેજ ખાવામાં નોન વેજ પીરસાતા મામલો બિચક્યો હતો.આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી હતી.

સમગ્ર મામલે મીત રાવલે હોટલના મેનેજરને ફરીયાદ કરી હતી. પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી. જેથી આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને રેસ્ટોરન્ટના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...