Saturday, September 12, 2026

AMC તંત્ર હાઈટેક, અમદાવાદમાં ગેરકાયદે દબાણ, પાર્કિગ, રખડતા ઢોર પર ડ્રોનથી રાખશે નજર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC તંત્રએ જાહેર સમસ્યાઓના નિરાકરણ માટે હવે ડ્રોનનો સહારો લીધો છે. રખડતાં ઢોર, રસ્તા પર દબાણ, પાર્કિંગ અને ખરાબ રસ્તાની સમસ્યા તેમજ સ્વચ્છતા જેવા મુદ્દાનું નિરાકરણ હવે ડ્રોન દ્વારા લાવવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત પણ કરાઈ છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકારના દ્રશ્યો તમને અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા છે. જેમાં AMCની ટીમ જમીનની સાથે આકાશમાંથી પણ શહેર પર નજર રાખશે. જો તમે શહેરના આકાશમાં ઉડતું ડ્રોન જુઓ તો સમજી લેજો કે તંત્રની ત્રીજી આંખ કામ કરી રહી છે.

AMCએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ પ્રયોગ હાથ ધર્યો છે. બુધવારે પાંજરાપોળ ચાર રસ્તાથી એલડી કોલેજ સુધી આ માટેનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. ડ્રોનની મદદથી આ પટ્ટા પર નજર રાખવામાં આવી. રિવરફ્રન્ટ હાઉસમાં આ લાઈવ દ્રશ્યોને AMC મ્યુનિસિપલ કમિશનર સહિત AMCની ટીમે જોયા હતા. મોટી સ્ક્રીન પર પાયલટ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવામાં આવ્યું. 3 મહિના સુધી પાયલટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે, જેના આધારે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ મોકળો થશે.આ સમગ્ર કવાયત માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી ડ્રોનથી મળતા ઈનપુટને સંબંધિત વિભાગને મોકલવામાં આવશે. આ ડેટાના આધારે જે-તે વિભાગ કામગીરી કરશે. ગુજરાતમાં ડ્રોનથી નિરીક્ષણ કરનારી પ્રથમ મનપા બનશે AMC. ભવિષ્યમાં સંવેદનશીલ વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા નિરીક્ષણ કરી પગલાં ભરવાની તૈયારી.

અગાઉ AMCએ શહેરમાં રખડતાં ઢોર પકડવા માટે પણ ડ્રોનની મદદ લીધી હતી. લોકોની સમસ્યા ઉકેલવા માટે ટેક્નોલોજીની મદદ લેવાનો આ પ્રયોગ આવકારદાયક છે. જો કે આ સમગ્ર કવાયતનો લાભ છેવટે જનતાને થવો જોઈએ, તંત્રની કામગીરી વધુ કાર્યક્ષમ બનવી જોઈએ. આ કવાયત ફક્ત દેખાડો ન બની રહે, તે જોવું જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...