Sunday, September 27, 2026

અમદાવાદ ફરી શર્મશાર, પાડોશી દ્વારા 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, સ્થાનિકોમાં આક્રોશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વટવા વિસ્તારમાં હેવાનિયતની હદ વટાવટો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પડોશમાં રહેતા વ્યક્તિએ 7 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લોકો નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે બાજુમાં રહેતો ઉમાશંકર સહાના નામનો નરાધમ બાળકીને લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી બૂમા બૂમ કરતા નરાધમ ગભરાઈ ગયો હતો અને બાળકીનું મોઢું-ગળું દબાવ્યું હતું.આ દરમ્યાન વધારે દબાણ આવતા બાળકીનો શ્વાસ રૂંધાઇ જવાથી તેનું આરોપીના ઘરમાં જ મોત થઈ ગયું હતું.

મોડે સુધી બાળકી ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાળકી અવારનવાર ઉમાશંકરના ઘરે રમવા જતી હોવાથી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. તો બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તભાગમાં ઈજાઓ થયેલી હતી. જેથી માતા-પિતા સહિત આજુબાજુના લોકોએ પાડોશી નરાધમની બરાબરની ધોલાઈ કરી હતી. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા વટવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બાળકીનો પરિવાર થોડા દિવસ અગાઉ જ બિહારથી અમદાવાદ આવ્યો હતો. બાળકી પોલિયોથી પીડાતી હતી, જેથી તેની સારવાર માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. હાલ પોલીસે નરાધમને ઝડપી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...