Sunday, January 18, 2026

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાન રિવર ફ્રન્ટ પર કરાવ્યુ ફોટોશુટ, મુલાકાતીઓ માટે બંધ કરાયો હતો અટલ બ્રિજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ત્યાર બાદ આજે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તના વર્લ્ડ કપની ટ્રોફી સાથે રિવર ફ્રન્ટની મુલાકાત લીધી છે. વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ અક્ષર રિવર ક્રુઝમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ફોટાશુટ કરાવ્યુ છે. જેના પગલે અટલ બ્રિજ થી સરદાર બ્રિજના નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન ઈનામી ટ્રોફી લઈને રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ પર ફોટો શૂટ કરાવ્યું હતું. આ કારણે મુલાકાતીઓ માટે અટલ બ્રિજ અને લોઅર પ્રોમિનાડ બંધ રખાયો હતો. રિવર ક્રુઝ પર લગભગ એક કલાક સુધી તેમનું ફોટોસેશન ચાલ્યું હતું. અને જીતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને નદી વચ્ચે ક્રુઝ લઈ જઈને ફોટો શુટ કરાવ્યો હતો. જેમાં અટલ બ્રિજ આવે તેવી રીતે ફોટા પાડવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...