Tuesday, January 20, 2026

અમદાવાદીઓ સાવધાન, પોશ વિસ્તારમાં ઘરઘાટીઓ કરી રહ્યા છે ચોરી ! એક ગુનાનો ભેદ ઉકેલાયો

spot_img
Share

અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં તાજેતરમાં જ ઘરફોડ ચોરીમાં 95 લાખથી વધુની મત્તા ચોરી કરી ઘરઘાટીઓ ફરાર થયા હતા. જોકે ગણતરીના દિવસોમાં સેટેલાઇટ પોલીસ અને ઝોન 7 LCB ટીમે ચોરી કરનાર શખ્સો પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા આર્યવ્રત સ્કાય એપાર્ટમેન્ટના એક મકાનમાંથી લાખોની મત્તાની ચોરી થઈ હતી. મકાન માલિક વેપારી પરિવાર સાથે વતનમાં ગયા હતા.તે દરમિયાન તસ્કરો ઘરમાંથી હાથફેરો કરી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 95 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.આ બનાવ અંગે ઘરે પરત આવતા પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન ઝોન7 LCB ટીમને સીસીટીવી એનાલિસિસ કરતા પૂર્વ ઘરઘાટી હોવાનું સામે આવ્યું. ચોરી કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન બીછીવાડા બોર્ડર પરથી કેટલાક શખ્સો પસાર થવાના હતા તે દરમિયાન બીચીવાડા પોલીસે પણ ઇલેક્શન હોવાના કારણે 26 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી હતી જ્યારે અન્ય આરોપીઓમાં એક સગીર અને અન્ય ત્રણ ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા સગીર પાસેથી 7.52 લાખ રોકડ કબ્જે કરવામાં આવ્યા.જ્યારે અન્ય ચોરી કરેલ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ તેના સાગરીતો પાસે હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં LCB આરોપીઓ ગોવિંદ મેઘવાલ, હરીશ કટારા, પ્રકાશ યાદવની ધરપકડ કરી 19 લાખથી વધુનો મુદ્દામાલમાં કબ્જે કર્યો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે હજી પણ કેટલાક ઈસમો આ ગુનામાં સંડોવાયેલા છે તે પૈકી પાંચેક ઈસમો હાલ પોલીસ પકડથી બહાર છે. એટલું જ નહીં ચોરી કરે રોકડ રકમમાંથી દરેક આરોપીએ પોતાના ભાગે આવતા રૂપિયામાંથી રાજસ્થાનમાં મંદિરના નિર્માણ કાર્ય માટે પણ 6 લાખ દાન પેટે આપવાના નક્કી કર્યા હતા.મહત્વનું છે કે બે વર્ષ અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરી ચૂકેલા શખ્સ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

પકડાયેલા ત્રણેય આરોપીઓ અને અન્ય ફરાર આરોપીઓ મૂળ રાજસ્થાન ડુંગરપુરના રહેવાસી છે. અને છેલ્લાં ઘણા સમયથી સેટેલાઈટ સહિત આસપાસના વિસ્તારોમાં ઘરઘાટી તરીકે નોકરીની લાલચે પગપેસારો કરતા અને સમય મળે ઘરફોડ ચોરી ને અંજામ આપી ગામડે ભાગી જવાની ફિરાકમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘરફોડ ચોરી કરતી ટોળકીએ અન્ય કોઈ ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...