Monday, April 27, 2026

રાણીપમાં માતાએ પ્રેમી સાથે મળીને કર્યું પોતાના 4 વર્ષના બાળકનું અપહરણ, વાંચો અહેવાલ

spot_img
Share

અમદાવાદ : આપણી સામે વારંવાર ‘પતિ, પત્ની અને વો’ ના કિસ્સાઓ આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ તેમના પ્રેમી સાથે મળીને તેના જ પુત્રનું અપહરણ કર્યું હતું. આ બાદ પતિના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા બાળકને છોડાવી લેવામાં આવ્યું હતું.

ઘટના એવી છે કે રાણીપ વિસ્તારમા 4 વર્ષનો બાળક ઘરે દાદા-દાદી સાથે રમી રહયો હતો. ત્યારે આરોપી માતા જયશ્રી મૌર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર અને તેમનો મિત્ર મનોજ ઉર્ફે કાળુ રિક્ષામાં આવ્યા હતા. જેઓ બાળકના દાદા-દાદીને છરી બતાવીને 4 વર્ષના બાળકનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી. અને પોલીસ કંટ્રોલ માંથી ઘટનાના મળેલા મેસેજના કલાકોમાં જ જયશ્રી અને દિનેશની પોલીસે ધરપકડ કરીને બાળકને કલોલ થી મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.

રાણીપ પોલીસે મહિલા અને બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ કરી ત્યારે મહિલા કલોલમાં તેના પ્રેમી સાથે લિવઇનમાં રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલતા મહિલા અને દિનેશ નામના આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીની ધરપકડની સાથે સાથે પોલીસે બાળકને પણ છોડાવ્યું હતું અને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા આરોપી રાણીપ વિસ્તારમાં જ પતિ સાથે રહેતી હતી. પતિ વશરાજ મૌર્ય સાથે જયશ્રીના લગ્ન 2016માં સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા, તેમનો એક 4 વર્ષનો દિકરો પણ છે, પરંતુ જયશ્રી અને તેના પ્રેમી દિનેશ પરમાર સાથે પરિચયમાં આવતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાદ, જયશ્રી પ્રેમીને પામવા 4 વર્ષના દિકરાને છોડી પ્રેમી સાથે નાસી ગઈ હતી. બાદમાં છ માસ સુધી જયશ્રી અને દિનેશ લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા, પ્રેમીને મેળવ્યા બાદ જયશ્રી પોતાના 4 વર્ષના દિકરાને પણ સાથે રાખવા માંગતી હતી.

આથી જ, પ્રેમી સાથે મળીને તેણે બાળકનું અપહરણ કર્યુ હતું, પરંતુ કાયદાકીય પ્રક્રિયાથી બાળકને મેળવવાને બદલે ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી છે. હાલ રાણીપ પોલીસે બાળકના અપહરણ કેસમાં જયશ્રી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે, જયારે મનોજ ઉર્ફે કાલી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત, બાળકના અપહરણ પાછળના કારણોની અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...