અમદાવાદ : અમદાવાદમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા પાટિયા પાસે બાઇક પર આવેલા શખ્સોએ 5 લાખની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બાઇક સવાર બદમાશોએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી રૂ.5 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો રૂપિયા 5 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.