Saturday, September 26, 2026

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતા વધારવા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે, રાત્રે રિવરફ્રન્ટનો પશ્ચિમ વિસ્તાર ઝળહળી ઉઠશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને ગ્લો ગાર્ડન જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે. સાબરમતી રિવરફ્રન્ટને દિવસે દિવસે વધુ સુંદર બનાવવાના પ્રયાસો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ફુટ બ્રિજ સહિત અનેક આકર્ષણો છે. રિવરફ્રન્ટ દર વર્ષે પતંગોત્સવ સહિત ઉત્સવો પણ ઊજવાતા હોય છે. હવે રિવરફ્રન્ટની સુંદરતા વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં આકર્ષક રંગબેરંગી લાઈટ્સ,ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટેન સહિતના આકર્ષણો ઊભા કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ સારું નજરાણું અને ફરવા માટે વધુ આકર્ષણો મળે તે હેતુથી હવે ગ્લો ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કમાં 3.5 કરોડના ખર્ચે લાઇટિંગ સાથેનું ગાર્ડન બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી તૈયાર કરાશે. જુદી જુદી થીમ પર પ્રાણી-પક્ષી, વૃક્ષ, કાર્ટૂન પાત્ર સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શનિ-રવિ અને તહેવારોની રજા દરમિયાન જે રીતે લોકોમાં કરોડો રૂપિયાના ખર્ચે લાઇટિંગ સાથે બનેલું ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હવે અમદાવાદમાં પણ લોકો માટે ગ્લો ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડનની સાથે હવે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુઝિકલ લાઈટ એન્ડ સો સાથે આ મ્યુઝિકલ ફાઉન્ટેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાબરમતી અટલ ફૂટ ઓવર બ્રિજ નજીક આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. મ્યુઝિકલ ફાઉન્ટેનમાં રંગબેરંગી લાઈટો સાઉન્ડ સિસ્ટમ સાથે પાણીની છોડો ઉછળે તેવા અદભુત નજારાને હવે અમદાવાદીઓ માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...