Wednesday, September 23, 2026

200 રૂપિયાનું ઈનામની ઇફેક્ટ, અમદાવાદ પોલીસે એક જ દિવસમાં 39 દારૂડીયા પકડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં સતત વધારો થતા અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં આવ્યા હતા.પોલીસ કર્મચારીઓમાં દારુડિયાઓને પકડવા ઉત્સુકતા આવે તે માટે ઈનામની જાહેરાત કરવામા આવી હતી. આ જાહેરાત થયાના એક અઠવાડિયાનો જ સમય થયો છે ત્યારે પોલીસ કર્મચારીઓએ એક જ દિવસમાં દારુ પીને ગાડી ચલાવનારા 39 લોકોની સામે FIR નોંધીને ધરપકડ કરી છે.

અમદાવાદ પોલીસે ટ્વિટર પર લખ્યું કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે. અમદાવાદ પોલીસની ઈનામની જાહેરાતને આવકારતી કામગીરી જોવા મળી રહી છે. શું પોલીસ કર્મીઓ ઈનામ વગર દારૂડીયા નહિ પકડી શકે. શું અમદાવાદના પોલીસ કર્મચારીઓને ઈનામ આપશો તો જ કામ કરશે. જો ઈનામ મળવાની લાલચમાં અમદાવાદ પોલીસ આટલું કામ કરી શકે છે, તો તેમને બારે મહિના દારૂ પીને છાટકા કરતા લોકો કેમ દેખાતા નથી.

ત્યારે અમદાવાદ પોલીસની આ જાહેરાત અનેક સવાલો પેદા કરે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ, અને દારૂ પીનારાઓને રોકવાનું કામ પોલીસનું છે. ગુજરાતમાં આવતા દારૂને રોકવાનું કામ પણ પોલીસનું છે. ત્યારે શું ઈનામ આપશો તો જ પોલીસ કર્મચારીઓ કામ કરશે. દારૂડીયા પકડવા એ પોલીસની ફરજમાં આવે છે અને જો પોલીસના નાક નીચે બેરોકટોક દારૂ પીવાય છે તો તે પોલીસની બેદરકારી છે. હકીકતમાં, ઈનામ વગર કામ કરવાનું પોલીસ કર્મચારીના ફરજમાં આવે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો તેનો અમલ કરાવવો પણ પોલીસની ફરજ છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડીયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...