Monday, April 27, 2026

ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક બાદ એક ચોરી અને લૂંટ તથા ચીલઝડપના કિસ્સા સામે આવી રહ્યા છે.તેવામાં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે જેને લઈ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં રાણીપમાં રહેતા શાબાઝ શકીલ કુરેશી તેમના માસીના દીકરાના ત્યાં કામ કરે છે. રાણીપના બકરા મંડીમાં શાબાઝભાઈ નોકરી કરે છે. તેમના ત્યાં પશુઓની લે વેચના નાણાં આંગડિયા પેઢીમાં આવ્યા હતા. તે 15 લાખ રૂપિયા તેઓ સીજી રોડ પર આંગડિયા પેઢીમાં લેવા ગયા હતા. આંગડિયા પેઢીમાંથી નાણાં લઈને શાબાઝ ભાઈ નીકળ્યા અને ઉસ્માનપુરા પહોંચ્યા હતાં. ત્યાં દરગાહ બહાર વાહન પાર્ક કર્યા બાદ તેઓ દરગાહમાં પહોંચ્યા હતા.

થોડીવારમાં દરગાહમાંથી બહાર આવીને જોયું ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી હતી અને તેમાં રહેલા 15 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. બાઈક ચાલક શખ્સ જ અકસ્માતના બહાને રૂપિયા લઈ ગયો હોવાનું શાબાઝ ભાઈના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી.વાડજ પોલીસ બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...