Tuesday, April 28, 2026

અમદાવાદમાં પ્રથમ આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના ભવ્ય માર્ગ આ સુવિધાઓથી સજ્જ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી બ્રિજ સુધીનો રસ્તો PPP મોડેલ પર વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ પર ધરવામાં આવ્યો છે. તેમાં PPP ધોરણે સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવાયો છે.

વીવીઆઈપી મુવમેન્ટ માટે મહત્ત્વના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીની રોડને PPP ધોરણે આઈકોનિક બનાવાયો છે. મુખ્ય રોડ ઉપરાંત સર્વિસ રોડ, મલ્ટિ ફંકશન ઝોન ગ્રીલ, ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ, લેન્ડસ્ક્રેપિગ, સ્ટ્રીટ લાઈટ, વોટર બોડી, સ્ક્લ્પચર હોર્ડિંગ્સ પણ હવે મૂકાશે. આ સ્થળે મનોરંજનની પ્રવૃત્તિનો પણ વિકાસ કરાશે. PPP મોડલમાં આ સ્થળો જાહેરાતની આવકમાં 75 ટકાનો હિસ્સો કોન્ટ્રાક્ટર અને 25 ટકા હિસ્સો મ્યુનિ.નો રહેશે.1.85 કિલોમીટર લાંબો આઈકોનિક રોડ ડિવાઈડર ગ્રીલ સાથે બની ગયો હોવાથી રસ્તો ઓળંગવાની જગ્યા રહી નથી. પહેલા આ રોડ ટીપી પ્રમાણે 1200 મીટરનો હતો જે બાદ ત્યાં રી ડીપી હેઠળ 650 મીટર વધારીને પહોળો કરાયો છે. મ્યુનિ.એ રેકોર્ડ સમયમાં આ રોડ તૈયાર કરી દીધો છે.

અહીં ફક્ત રોડ જ નહીં વિકસે, સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટ થશે. મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિઓસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ ગેન્ટ્રી, સેલ્ફી પોઇન્ટ, હાઉસ કીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, એલઇડી લાઇટ સહિતની કામગીરી કરવામાં આવશે. તેની જાળવણીનો ખર્ચો 15 વર્ષ સુધી સંલગ્ન કંપની ઉઠાવશે.

આ આઇકોનિક રોડ ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઇપી અવર-જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આ રોડને વિકસાવવા માટે રસ્તાની આસપાસના વિવિધ સ્ટ્રકચર્સને દૂર કરવામાં વ્યા હતા. તેમા 86 કોમર્સિયલ સ્ટ્રક્ચર, 112 રહેણાક, 13 મંદિર એમ કુલ 211 જેટલા સ્ટ્રકચર્સને દૂર કરવામાં આવ્યા છે.

PPP મોડેલ હેઠળ સુશોભિત લાઇટ, સેન્ટ્રલ વર્જની ગ્રીલ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન, વોટર બોડી, વોટર ફોલ, ટપક સિંચાઈ સહિતની સગવડો ઉપરાંત મલ્ટિ ફંકશનલ ઝોન, સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફિક આયરલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...