Wednesday, January 14, 2026

રાણીપમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું- જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રામજી મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે રાણીપમાં યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અમિત શાહે આજે હાજરી આપી હતી.અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રાણીપના મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી. રાણીપનું આ મંદિર અદભુત બનાવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાણીપમાં યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રાણીપના મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી. રાણીપનું આ મંદિર અદભુત બનાવ્યું છે. તેમણે કહ્યું કે, 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ PM મોદી દ્વારા કાલે પૂરું થયું. બાબર વખતે જે હૃદય પર ઘા લાગ્યો હતો તેને ટાંકા મારી દે એવું આ કામ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ખૂબ પ્રગતિ કરી છે. પછી ભલે તે સુરક્ષા, આંતરિક સુરક્ષા, જી20, ચંદ્રયાન મિશનનું કામ હોય. તેમણે કહ્યું કે, ‘સોને કી ચીડિયા’ નામ હતું તે નરેન્દ્રભાઈ એ 10 વર્ષમાં તેનો પાયો નાખ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, કોંગ્રેસ વાળા એ મને જેલમાં પૂર્યો હતો પરંતુ, હું દિલ્હી જ રહ્યો ત્યારથી કોંગ્રેસ દેખાઈ નથી. તેમણે કહ્યું કે, બીજેપી સરકાર દરમિયાન સોમનાથ મંદિર, સોનાનું બનાવવાની શરૂઆત કરાઈ, બદ્રીધામ અને કેદારધામનું કામ પણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોનામાં ભારતનું શું થશે ? એવું લોકો વિચારતા હતા. પરંતુ આપડે એવું કામ કર્યું કે વિશ્વના અન્ય દેશો પણ જોતા રહ્યા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...