અમદાવાદ : રાજ્યભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના નિયમો અંગે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. સોગંદનામમાં એવી રજૂઆત કરાઈ છે કે, સરકારે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવા આદેશ આપી દેવામાં આવ્યો છેે. રેગિંગ બાબતે નવા ઘડેલા નિયમોમાં સરકારે ભોગ બનનાર સામે પણ નિયમો ઘડયા છે. હવે રેગિંગની ઘટનામાં રોકવામાં નિષ્ફળ રહેનારા સંસ્થાના વડા સામે પણ પગલાં લેવાનું નક્કી કરાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એક કેસમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ ગ્રાન્ટ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જારી કરાયેલા નિયમોના આધારે બહાર પાડવામાં આવે છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં એક અખબારમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે એક SUO MOTO PIL ની સુનાવણી કરવામાં આવી હતી.
Gujarat High Court takes suo motu cognizance of “ragging menace” in medical and other colleges across the State.
The bench led by Chief Justice Aravind Kumar took note of the letter written by a sitting judge of the HC highlighting the issue. #GujaratHighCourt#Ragging pic.twitter.com/WpdeKrWDpo
— Bar & Bench – Live Threads (@lawbarandbench) January 9, 2023
ગુજરાત હાઈકોર્ટ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ સામે લડવા માટે એક PILની સુનાવણી કરી રહી હતી. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી મેડિકલ કોલેજોનો સવાલ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ના નિયમોના આધારે સરકાર આગામી થોડા દિવસોમાં GR દાખલ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત શિક્ષણ વિભાગે 19 માર્ચના GR દ્વારા સંસ્થા, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરે એન્ટિ-રેગિંગ સમિતિઓની રચના કરી છે. “ગંભીર વિચારણા કર્યા પછી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને અંકુશમાં લેવા માટે, ગુજરાત સરકારે રાજ્યની ઉચ્ચ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના જોખમને રોકવા માટે નિયમો ઘડવાનું નક્કી કર્યું છે.’
ત્રિવેદીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે યુનિવર્સિટીઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ અને તમામ ટેકનિકલ સંસ્થાઓને રેગિંગને રોકવા માટે UGC અને AICTE નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સંસ્થા કક્ષાએ સજા | રેગિંગ કરનારાને બે વર્ષની જેલ, 10 હજારનો સુધીનો દંડ
-વર્ગો અને શૈક્ષણિક વિશેષાધિકારોમાં હાજરી આપવાનું સસ્પેન્શન.
-શિષ્યવૃત્તિ-ફેલોશિપ અનેે અન્ય લાભો રોકવા.
-કોઈ પણ કસોટી-પરીક્ષા અથવા અન્ય મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પર પ્રતિબંધ
-પરિણામો પર રોક અથવા પરિણામો રોકવા
-કોઈ પણ પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મીટ, ટુર્નામેન્ટ, યુવા ઉત્સવ વગેરેમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા પર પ્રતિબંધ.
-એડમિશન રદ કરવુ, અથવા 1થી 4 સેમેસ્ટર માટે રસ્ટીકેશન.
-હોસ્ટેલમાંથી સસ્પેન્શન, હાંકી કાઢવા.
-સંસ્થામાંથી હાંકી કાઢવુ, ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈ પણ સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ.
-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રેગિંગ કરનાર, ભાગ લેનાર, પ્રોત્સાહન આપનારા વિદ્યાર્થીને બે વર્ષની મુદત માટે જેલની સજા કરાશે. 10,000 સુધીનો દંડ કરાશે.
-શૈક્ષણિક સંસ્થામાંથી બરતરફ કરાશે. બરતરફીના આદેશની તારીખથી પાંચ વર્ષ સુધી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહી અપાય.
-યુનિવર્સિટી પર પણ કડક શિક્ષાત્મક પગલાઓ લેવાઈ શકે
-એન્ટી રેગિંગ કમિટીમાં ફ્રેશર્સનો પણ સમાવેશ કરાશે