Wednesday, April 29, 2026

અમદાવાદીઓ ચેતી જજો ! AI ની મદદથી પોલીસ-AMC તમારી હરકતો પર રાખશે નજર

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને અમદાવાદ શહેરમાં હવે દિવસે ને દિવસે મુંબઈ-દિલ્લી જેવી સ્થિતિ બનતી જાય છે. અહીં ધંધા-રોજગાર માટે રોજ સંખ્યાબંધ લોકો બહારથી અવરજવર કરતા થયા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે આશયથી ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી પોલીસ અને AMC બન્ને રાખશે તમારી હરકતો પર નજર. AI એટલેકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે. એટલું જ નહીં બીજી તરફ AMC તંત્ર પણ તમારી બધી હરકત તમારી દરેક મૂવમેન્ટ પર વોચ રાખશે. શહેરમાં જગ્યા જગ્યાએ લગાવવામાં આવેલાં CCTV કેમેરાની મદદથી આ વોચ રાખવામાં આવશે.

હવે AMC દ્વારા ત્રીસથી વધુ બાબત માટે ઈ-મેમો અપાશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને AMC દ્વારા ખાસ પ્રકારનું સોફટવેર તૈયાર કરવામાં આવ્યુ છે.પાંચ હજારથી વધુ CCTV કેમેરાની મદદથી પોલીસ અને AMC ની મળી ત્રીસથી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે.આગામી બે મહિનામાં અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

અમદાવાદમાં હવે ટ્રાફિક કે AMC ના કોઈ નિયમની અવગણના કરવી આવનારા સમયમાં લોકો માટે ભારે પડી જશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી CCTV કેમેરાને કંટ્રોલરુમ સાથે જોડી દેવામાં આવશે.જેથી નિયમનો ભંગ કરનારા પકડાઈ જશે.નિયમભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈ-મેમો આપવામાં આવશે.

જાણો કઈ-કઈ બાબત માટે પોલીસ અને AMC આપશે ઈ-મેમો:

રેડ સિગ્નલનો ભંગ કરવો
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ
સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર મુસાફરી કરવી
ત્રણ સવારી મુસાફરી કરવી દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર
નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવુ
જાહેર રસ્તા ઉપર થૂંકનારાને દંડ કરાશે જાહેર રોડ ઉપર રખડતા પશુ ને લઈ
ભારે વાહન દ્વારા મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ
રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા અંગે
BRTS કોરિડોરમાં વાહન ચલાવવુ
રોડ ઉપરના ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં
રોડ ઉપરના વીજ પોલ કે ફૂટપાથ તૂટેલા હોય
જાહેર રોડ ઉપર કચરો નાંખવો

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...