અમદાવાદ : રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રોહન ગુપ્તાએ અંગત પારિવારીક કારણોને લઈને રાજીનામું આપ્યં છે. નેશનલ સોશલ મીડિયા કો-ઓર્ડિનેટર છે રોહન ગુપ્તા. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.
રોહન ગુપ્તા છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા. અંતે આજે રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખરગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યુ છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓ દ્વારા સતત તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અથવા તેમની છબી ખરડવા માટે સતત સોશિયલ મીડિયા પર અથવા તો પર્સનલમાં પણ વાતો કરવામાં આવી રહી હતી. આ અંગેના આક્ષેપ રોહન ગુપ્તાએ અગાઉ મીડિયા સમક્ષ કરેલા છે.
મીડિયાની સામે રોહન ગુપ્તાએ કોંગ્રેસના કેટલાક નેતાઓને નિશાને લીધા હતા. નેતાઓનું નામ તો ન લીધું, પરંતુ ગદ્દારીનું લેબલ આપનાર નેતાને રોહન ગુપ્તાએ ચેતવણી જરૂર આપી દીધી હતી. રોહન ગુપ્તાએ કહ્યું હતુ કે, ગદ્દારીના મેસેજ કરનાર જોઈ વિચારીને વાત કરે “મને કોઈએ પણ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી”