Friday, September 25, 2026

અમદાવાદમાં નશેડી પોલીસ જવાને દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર, પરિવાર લોહીલુહાણ થયો

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો હતો. વાસણામાં ખોડીયાર નગર પાસે પોલીસ જવાને નશાની હાલમાં અકસ્માત કર્યો છે. નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી દીધી હતી. બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં વાસણામાં ખોડીયાર નગર પાસે આ ઘટનામાં પોલીસ જવાને નશો કરી કાર ચલાવી હતી. નશામાં એટલો ધૂત હતો કે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. અને બાળક સહિત ત્રણ જણા પર કાર ચડાવી દીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી પોલીસની પ્લેટ મળી આવી છે. અકસ્માત કર્યા બાદ પોલીસ જવાન નાસી છુટ્યો હતો.

તમને જણાવી દઈએ કે અમદાવાદ પોલીસ ચર્ચામાં રહી હોય તેવો આ પહેલો કિસ્સો નથી અગાઉ આનંદનગર વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસકર્મી જોવા મળ્યો હતો કાર સાઇડમાં પાર્ક કરીની પોલીસકર્મી નશાની હાલતમાં ઊંઘતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં પોલીસકર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો છે. ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હતી.

નોધનીય છે કે અમદાવાદ પોલીસ હંમેશા વિવાદમાં રહી છે. થોડા સમય અગાઉ પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો જેમાં એરપોર્ટ પરથી ઘરે જઇ રહેલા પરિવારને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કોર્ટ સુધી પહોચ્યો હતો ત્યાર બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...